ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે શનિવારે કેપ્ટન સ્મીત માછરની પ્રશંસા કરી. તેમણે દુબઈ-તેલ અવીવ ફ્લાઇટ પર તાજેતરમાં મધ્ય-હવાઈ આતંકવાદી હુમલા દરમિયાન કેપ્ટન માછરની અસાધારણ બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે પાઇલટની શારીરિક અને માનસિક દૃઢતા ઉડ્ડયન સમુદાય માટે એક પાઠ છે. “તેઓએ જે કર્યું છે તે એક અપવાદરૂપે બહાદુરીભર્યું કાર્ય છે. તેમણે જબરદસ્ત શારીરિક અને માનસિક દૃઢતા દર્શાવી છે. આ આપણા માટે એક પાઠ છે,” એર ચીફ માર્શલ એપી સિંહે દિલ્હીમાં ૯૪મા વાયુસેના દિવસ નિમિત્તે તેમની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું.
તેમણે કહ્યું કે ડ્રોન વાયુસેના માટે “ક્રાંતિકારી” નથી પરંતુ “ઉત્ક્રાંતિકારી” છે. તેમણે અલગ ડ્રોન ફોર્સ બનાવવાની શક્યતાની ફગાવી દીધી, એમ કહીને કે માનવરહિત સિસ્ટમ્સ અને લોઇટરિંગ મ્યુનિશન્સ અન્ય શસ્ત્રો એકીકરણ આવશ્યક છે. ૫મી પેઢીના વિમાન માટે અમારો એએમસીએ કાર્યક્રમ ચાલી રહ્યો છે
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે કેપ્ટન સ્મીત માછરની પ્રશંસા કરી
અને પ્લેટફોર્મ સાથે સંકલિત કરવામાં આવે ત્યારે વધુ અસરકારક રહેશે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનામાં ડ્રોન ક્ષમતાઓ દાયકાઓથી અસ્તિત્વમાં છે અને હવે તેમની સંખ્યા, પ્રકારો અને ક્ષમતાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. એપી સિંહે કહ્યું, “ડ્રોન ભારતીય વાયુસેના માટે ક્રાંતિકારી નથી, પરંતુ ઉત્ક્રાંતિવાદી છે. અમે ડ્રોન અને લોઇટરિંગ મ્યુનિશન્સની સંખ્યા વધારી રહ્યા છીએ. મને નથી લાગતું કે આપણને અલગ ડ્રોન ફોર્સની જરૂર છે. તેઓ સમાન સેટઅપનો ભાગ હોવા જાઈએ અને આપણે સાથે મળીને કામ કરવું પડશે.”
એપી સિંહે કહ્યું કે વિવિધ શ† પ્રણાલીઓ એકલા કામ ન કરવી જાઈએ અને યુદ્ધભૂમિ પર ઈચિત અસર પ્રાપ્ત કરવા માટે સંકલિત કામગીરીની જરૂરિયાત પર ભાર મુક્યો. તેમણે કહ્યું, “તેઓએ ઈચિત અસર પ્રાપ્ત કરવા માટે અન્ય શસ્ત્રો સાથે મળીને કામ કરવું પડશે. આપણે એક પ્રકારના શસ્ત્રો એક વિસ્તારમાં અલગથી કાર્યરત કરી શકતા નથી અને બીજા પ્રકારના શસ્ત્રો બીજા વિસ્તારમાં અલગથી કાર્યરત કરી શકતા નથી. તેથી, અમે અલગ ડ્રોન ફોર્સ બનાવવાનું વિચાર્યું નથી.” તેમણે સમજાવ્યું કે વાયુસેના પાસે પહેલેથી જ આવી ક્ષમતાઓ સંભાળતા વિશિષ્ટ એકમો છે અને જા જરૂર પડે તો તેમની સંખ્યા વધારી શકાય છે.
ચીન પાસેથી ૫મી પેઢીના વિમાન મેળવવા અને તેના પાઇલટ્સને તાલીમ આપવાના પાકિસ્તાનના પગલા અંગે,આઇએએફ ચીફે કહ્યું, “તે ચિંતાનો વિષય છે, પરંતુ એટલું બધું નહીં. તેમની પાસે પહેલા હવાઈ શક્તિ હતી, પરંતુ ઓપરેશન સિંદૂર દરમિયાન તેમનું ભાગ્ય જાવા મળ્યું હતું. શસ્ત્રોનું એકીકરણ આવશ્યક છે. ૫મી પેઢીના વિમાન માટે અમારો એએમસીએ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જા આમાં વિલંબ થાય છે, તો આપણે અન્યત્રથી ૫મી પેઢીના વિમાન મેળવવા પડશે.”









































