શેરડીઃ • સૌરાષ્ટ્રની આબોહવાકીય વિસ્તારમાં શેરડીની જાત કો એન ૦૫૦૭૧ (ગુજરાત શેરડી-૫) તેમજ દક્ષીણ ગુજરાત માટે શેરડી – કો – એન – ૧૩૦૭૨નું વાવેતર કરવું •
વહેલી પાકતી જાત: કો. ૮૩૩૮, કો.એન ૯૫૧૩ર (ગુ. શે.-૩), કો.એન. ૦૩૧૩૧ (ગુ. શે.-૪) કો.એન. ૦૫૦૭૧ (ગુ. શે.-૫), કો.એન.૦૭૦૭ર (જી.એન.એસ.-૮), કો. ૯૪૦૦૮, કો.સી.૬૭૧. • મધયમ મોડી પાકતી જાત: કો. એન. ૯૧૧૩ર (ગુ.શે.-૧), કો.એન. ૮૫૧૩૪ (ગુ.શે.-૨), કો.એન.૦૫૦૭૨ (ગુ.શે.-૬), કો.એન.-૦૪૧૩૧ (જી.એન.એસ-૭), કો. એમ. ૦ર૬૫ તથા કો. ૯૯૦૦૪ • બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમ.ઈ.એમ.સી.
(ર ગ્રામ/લી.) અથવા કાર્બેન્ડીઝમ
( ૧ ગ્રામ/લી.) ના દ્રાવણમાં ૫ થી ૧૦ મીનીટ બોળી ૫છી કટકા રો૫વા • શેરડીની રોપણી પહેલાં હેક્ટર દીઠ ૩૭.૫ કિલોગ્રામનાઈટ્રોજન, ૧૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ અને ૧૨૫ કિલોગ્રામ પોટાશ તત્વ એટલે કે ૭૮૧ કિલોગ્રામ સુપર ફોસ્ફેટ, ૮૧ કિલોગ્રામ યુરીયા અને ૧૨૦ કિલોગ્રામ મયુરેટ ઓફ પોટાશ ખાતર ચાસમાં આપવું. • શેરડીમાં આંતરપાક તરીકે ચણા, લસણ અથવા ડુંગળીનું વાવેતર કરવું. • શેરડીમાં જૈવિક ખાતરો એસીટોબેકટરપીએસ બી અને કે.એમ.બી નું કલ્ચર ૩૦૦ મિલી ને ૩૦૦ લીટર પાણીમાં મિશ્ર કરી ૩૦ મિનીટ દ્રાવણમાં કટકાને પલાળી વાવેતર કરવું.
કપાસઃ • કપાસની ફૂલ અને જીંડવાની અવસ્થાએ ૧ ટકા
(૧૯-૧૯-૧૯ ના. ફો. પો.) નો છંટકાવ કરવો. • ડી.પી.એમ. ટેક્નોલોજી ની ૪૦૦ ગ્રામ પેસ્ટ પ્રતિ હેકટરે ટપકા બે ડાળીની વચ્ચે ૧૦૦૦ મુકવા ફુલ અવસ્થા તે પછી ની અવસ્થામાં ૩૦ દિવસના અંતરે મુકવા. દિવેલાઃ • પિયત દિવેલાના પાકમાં માળ આવવાની શરૂઆત અને ડોડવાના વિકાસની અવસ્થાએ ભેજની ખેંચ ન રહે તે માટે જમીનની પ્રત પ્રમાણે ૧૫ થી ૨૦ દિવસના ગાળે પિયત આપવા. • વધુ નફો મેળવવા માટે આંતર પાક દિવેલા – ચણાનું વાવેતર કરો • દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય તો ત્યારે ખેતરમાં કુદરતી રીતે પક્ષીઓ બેઠકની વ્યવસ્થા કરાવી. • બેસીલસ થુરીન્જીએંસીસ નામના રોગપ્રેરક જીવાણુંનો પાઉડર ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરીને બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડીયા ઈયળો જોવા મળે ત્યાં તેનો છંટકાવ કરવો • કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ અથવા કિવનાલફોસ અથવા ડાયમેથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. અથવા એમામેકિટન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
તુવેરઃ • તુવેરની શીંગમાખી નિયંત્રણ માટે તુવેરના ખેતરમાં ૫૦% છોડ પર શીંગો બેસે ત્યારે ક્વિનાલફોસ અથવા ડાયમિથોએટ છંટકાવ કરવો. ફેનવાલેરેટ ૦.૪% ભુકી ૨૫ કિ.ગ્રા./હે જરૂર જણાય તો ૨૦ દિવસે બીજો છંટકાવ કરવો.
કસુંબીઃ
• કસુંબી પાક માટે કાંટાવાળી અને કાંટા વગરની બન્ને જાતો ઉપલબ્ધ છે. ગુજરાત રાજયમાં વાવેતર માટે ભલામણ કરેલ કાંટાવાળી ભીમા, એ-૧ અને તારા છે, કસુંબીનું બીજ હેકટરે ૧પ કીલોગ્રામ જોઈએ. આ જાતોમાં મોલોમશીનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આથી વાવેતર માટે કાંટાવાળી ભલામણ કરેલ જાતો પસંદ કરવી.
• ભાલ વિસ્તારમાં થતાં અન્ય પાકો જેવા કે ઘઉં, ચણા કે રાઈનાં પાક કરતાં ઓછા ખર્ચે વધુ વળતર આપે છે.
ધાણાઃ • ગુજરાત ધાણા-૧ અથવા ૨ નું વાવેતર કરવું તેમજ લીલા ધાણા કે કોથમીર માટે શીતલ જાતનું વાવેતર કરવું. અને ધાણી માટે ગુજરાત ધાણા-૩, ૪ જાતનું વાવેતર કરવું.
• વાવેતર નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં કરવું અને બીજનો દર ૨૦ કી.ગ્રા. પ્રતિ હેકટરે રાખવો.
• ધાણાના ફાડીયા કરી સૂર્યના તાપમાં તપાવી ૧૦ થી ૧૨ કલાક પાણીમાં પલાળી સુકવ્યા બાદ વાવતેર કરવું.
જુવારઃ • ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.
શાકભાજીઃ • મરચીમાં એસ-૪૯, જ્વાલા અથવા જી-૪ તેમજ જીવીસી -૧૨૧ અથવા તમારા વિસ્તારમાં ચાલતી વધુ ઉત્પાદન આપતીજાત ના વાવેતર માટે ભલામણ છે.
• મરચી, ટામેટી: કોકડવા
• રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોય તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૩.૪ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૧૬.૬૭ મિ.લી. પ્રતિ ૧૦ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયન્ટ્રાનિલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૧૮ મિ.લી. અથવા સ્વાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૨.૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• રીંગણની ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ રીંગણના પાકમાં જીવાતના ફેરોમોન ટ્રેપ હેકટરે ૬૦ પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર ૨૧ દિવસે બદલવી.
• રીંગણ: મધ્ય ગુજરાત માટે આણંદ રીંગણ – ૬ વાવેતર કરવું. ટમેટા જીએટીએચ – ૧
• લસણ: ગુજરાત લસણ –૫ અથવા ૭નું વાવેતર કરવું
• તરબૂચના પાનકોરીયાના નિયંત્રણ માટે સાયાન્ટ્રામિલીપ્રોલ ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો બીજો ૧૫ દિવસે કરવો.
• રવિ ઋતુમાં શાકભાજી પાકો માટે ધરૂવાડિયાની તેમજ વાવણીની તૈયારી કરવી. શાકભાજીના પાકમાં બિયારણને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ અવશ્ય આપવો.
• ટામેટા જૂનાગઢ રૂબી, ગૂજરાત ટમેટા-૨, આણંદ ટમેટા-૩ અને ગૂજરાત આણંદ ટમેટા-૪ નું વાવેતર કરવું.
• ટમેટાના પાકમાં જરૂર જણાય તો મલ્ટીમાઇક્રોન્યુટ્રીયન્ટ પ્રવાહી ગ્રેડ-૪ ના ટકા દ્રાવણના ૪૫,૬૦ અને ૭૫ દિવસે છંટકાવ કરવો.
લસણઃ • વાવેતર માટે ગુજરાત લસણ-૧ (સફેદ જાત) અને ગુજરાત લસણ-૧૦ (લાલ જાત), ગુજરાત લસણ-૨, ગુજરાત લસણ-૩, ગુજરાત લસણ-૪, ૭, જી-૪૧, જી-૫૦,જી-૨૬૨, જી-૩૨૬ અથવા તમારા વિસ્તારમાં ચાલતી વધુ ઉત્પાદન આપતી પૈકી કોઈપણ એક જાતની પસંદગી કરવી.
• લસણઃ ગુજરાત લસણ ૮ સોરઠ મોહિની
• લસણઃ ગુજરાત લસણ ૮
(ય્ય્ ૮ઃ સોરઠ મોહિની)
• ગુજરાત રાજ્યના રવિ ઋતુ દરમિયાન લસણનો પાક ઉગાડતા ખેડૂતોને ગુજરાત લસણ-૮ (ય્ય્-૮ઃ સોરઠ મોહિની) જાત ઉગાડવાની ભલામણ કરવામાં આવે છે.
• ઉચ્ચ કુલ દ્રાવ્ય ઘન પદાર્થો (૪૦.૩૬%), પાયરુવિક એસિડ (૨.૯૮ મિલિગ્રામ/ગ્રામ), કેરોટીનોઈડ્સ (૦.૮૨ મિલિગ્રામ/૧૦૦ ગ્રામ), રિડ્યુસિંગ સુગર (૨.૩૪%), એસ્કોર્બિક એસિડ (૯.૪૨%), સાચું પ્રોટીન (૩.૧૩%), કુલ કાર્બોહાઇડ્રેટ (૨૭.૩૨%) અને ફેનોલ (૩૮.૧૨%) હોય છે. બલ્બ મધ્યમ કદના, કોમ્પેક્ટ અને ક્રીમી સફેદ રંગના અને જાંબલી રંગના
હોય છે.આ જાતમાં થ્રિપ્સનો ઓછો ઉપદ્રવ અને રોગો માટે મધ્યમ સંવેદનશીલતા પણ નોંધાઈ છે.
• પાકનું વાવેતર ઓકટો- નવેમ્બર માસ દરમ્યાન કરવું.વાવેતર વખતે હેક્ટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૦૯ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૨ કિલોગ્રામ યુરિયા અથવા ૨૭ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું અને ૮૦ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું.
રાઈઃ • વાવેતર માટે રાઈ વરૂણા અને રાઈ ગુજરાત-૧ અથવા તમારા વિસ્તારમાં ચાલતી વધુ ઉત્પાદન આપતી પૈકી કોઈપણ એક જાતની પસંદગી કરવી.
• બિયારણનો દર ૩.૫ કિલોગ્રામ પ્રતિ હેકટર રાખવો.
અશ્વગંધાઃ • વાવણી વર્ષ માં બે વાર થઇ શકે, ઓગષ્ટના છેલ્લા અઠવાડીયામાં અથવા નવેમ્બરના પહેલા અઠવાડીયામાં વાવેતર થાય છે. તૈયાર કરેલા ચાસમાં દોઢ ફૂટ (૪૫ સે.મી.) ના અંતરે બે થી ત્રણ બીજ પડે તે પ્રમાણે વાવણી કરવી કે હાથે થી બીજ રોપવા નર્સરીથી ઉછેર માટે ક્યારીમાં ૫ સે.મી. ના અંતરે બીજ રોપી રોપ ઉછેરી જમીનમાં અનુકૂળ અંતરે રોપાય છે.
આંબોઃ આંબામાં ઓક્ટોબર કે નવેમ્બર માસમાં પોટેશિયમ નાઈટ્રેટ ૨ ટકાના દ્રાવણના બે છંટકાવ કરવા.
નાળીયેરીઃ •નારીયેળીનાં વાવેતર માટે વાનફેર,લોટણ, ડી
‘‘ ટી અને ટી ’’ ડી જાતનું વાવેતર કરવું.
• નાળિયેરીનાં પાકમાં આંતર પાક તરીકે કેળ જેવા પાકો વાવી શકાય, હળદર , સૂરણ, તાનીયા.
લીંબુઃ લીંબુના પાકમાં પાન કોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ (૪ મિ.લિ./૧૦ લીટર) નો છંટકાવ કરવો.
ચીકુ ઃચીકુમાં બીજ કોરી ખાનારી જીવાતના નિયંત્રણ માટે ચોમાસા પછી ઓકટોબર અને નવેમ્બર મહિનામાં પોલીટ્રીનસી-૧૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૧ર.પ મિ.લિ. દવાનું ૧૦ લિટર પાણીમાં ર૦ થી રપ દિવસના અંતરે કરવાથી નિયંત્રણ થાય છે
બોરઃચોમાસું પૂરુ થયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટિકનું મલ્ચ (૨૫ માઈક્રોન) પાથરવાથી વધુ ઉત્પાદન મળે છે.
પપૈયાઃ પાનનો પંચરંગીયો ઃ આ રોગ પણ વિષાણુથી થાય છે જેનો ફેલાવો મોલો દ્રારા થાય છે તેને અટકાવવા માટે રોગિષ્ટ છોડને ઉખાડી નાશ કરવો. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતના નિયંત્રણ માટે એસીફેટ ૭પ % દવા ૧પ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧પ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
દાડમ: ફૂગથી થતા પાન અને ફળના ટપકાં રોગની શરૂઆત જણાય કે તરતજ કાર્બેન્ડાઝીમ (૧૦ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૦ મિ.લી.) અથવા પ્રોપીકોનાઝોલ (૧૦ મિ.લી.) ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.












































