અમરેલીના રૂપમ વિસ્તારમાં માર્ગ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી એક બાજુનો રસ્તો જ ખુલ્લો હોવાથી રાત્રીના સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેથી આ માર્ગને વન-વે તરીકે જાહેર કરવા અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અમરેલીના રૂપમ વિસ્તારમાં છેલ્લાં ૧પ દિવસથી માર્ગનું ખોદકામ ચાલી રહ્યુ છે જા કે દિવસ દરમિયાન ભારે વાહનો મણીનગર થઈને જતા હોવાથી ટ્રાફિક સમસ્યા નહિવત હોય છે પરંતુ રાત્રિના સમયે ભારે વાહનોને પોલીસનો પણ કંઈ જ ડર ન હોય તેમજ વાહનો ઘુસી જતા હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ટ્રકચાલકો મનસ્વી રીતે ટ્રક આ માર્ગ પર ઘુસાડી દેતા હોવાથી મોટા વાહનો સામસામા ભેગા થઈ જાય છે જેના કારણે વાહનોની લાંબી કતારો જાવા મળે છે આ બાબતે અધિક કલેકટર દ્વારા ભારે વાહનો માટે જાહેરનામુ બહાર પાડી ભારે વાહનોને મણીનગર વિસ્તારમાંથી ચલાવવા માટે સુચના આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.