અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સને લઈને વિવાદ સર્જાયો છે. દાઉદભાઈ ગણેશભાઈની ચાલી વિસ્તારમાં રહેતા સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના સામાન્ય ઝૂંપડા અને નાના મકાનોને અમદાવાદ મહાનગરપાલિકા (એએમસી)ના ચોપડે ‘રો-હાઉસ’ તરીકે દર્શાવી દેવામાં આવ્યા છે. જેના કારણે મિલકત વેરો અગાઉની સરખામણીએ બમણો થઈ ગયો હોવાનો સ્થાનિકોનો દાવો છે.
દાણીલીમડાની દાઉદભાઈ ગણેશભાઈની ચાલી વિસ્તારમાં વર્ષોથી શ્રમિક અને આર્થિક રીતે નબળા પરિવારો વસવાટ કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં નાના મકાનો અને ઝૂંપડા પ્રકારના રહેણાંક મકાનો આવેલા છે.તાજેતરમાં એએમસીના પ્રોપર્ટી ટેક્સના બિલ મળ્યા બાદ રહીશો ચોંકી ગયા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે સામાન્ય રહેણાંક મિલકતોને ‘રો-હાઉસ’ તરીકે દર્શાવીને તેની આકારણી કરવામાં આવી છે, જેના પરિણામે ટેક્સની રકમમાં મોટો વધારો થયો છે.
સ્થાનિક રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે શું મિલકતોની વાસ્તવિક સ્થિતિની સ્થળ પર જઈને ચકાસણી કરવામાં આવી હતી કે પછી કચેરીમાં બેઠા-બેઠા જ મિલકતોની કેટેગરી નક્કી કરી દેવામાં આવી?રહીશોનું કહેવું છે કે તેમના મકાનોની વાસ્તવિક સ્થિતિ અને સરકારી રેકોર્ડમાં દર્શાવવામાં આવેલી કેટેગરી વચ્ચે વિસંગતતા હોય તો છસ્ઝ્રએ સ્થળ તપાસ કરીને યોગ્ય આકારણી કરવી જોઈએ.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોજીરોટી માટે સંઘર્ષ કરતા પરિવારો માટે અચાનક વધેલો પ્રોપર્ટી ટેક્સ વધારાનો આર્થિક બોજ બની રહ્યો છે. રહીશોએ માંગ કરી છે કે મિલકતોની ફરીથી તપાસ કરવામાં આવે અને વાસ્તવિક બાંધકામ તથા ઉપયોગના આધારે યોગ્ય ટેક્સ નક્કી કરવામાં આવે.
ટેક્સ વધારાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. રહીશોએ ચીમકી આપી છે કે જા આકારણીમાં થયેલી ભૂલ તાત્કાલિક સુધારવામાં નહીં આવે અને વાજબી ટેક્સ નક્કી કરવામાં નહીં આવે, તો દાણીલીમડા વોર્ડ ઓફિસ તેમજ દાણાપીઠ સ્થિત છસ્ઝ્ર મુખ્યાલય ખાતે વિરોધ કરવામાં આવશે.
હાલ સમગ્ર મામલે સ્થાનિકોના આક્ષેપો સામે એએમસી ટેક્સ વિભાગનો સત્તાવાર પક્ષ સામે આવવાનો બાકી છે. ટેક્સની આકારણી કયા આધાર પર કરવામાં આવી અને ખરેખર મિલકતોને ‘રો-હાઉસ’ કેટેગરીમાં શા માટે મૂકવામાં આવી તે અંગે તંત્રની સ્પષ્ટતા બાદ જ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થશે.



































