ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ ‘ભારત કો જાનો’ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. ધોરાજી શહેર-તાલુકાની ૩૦ શાળામાં યોજાયેલી સ્પર્ધામાં ૨૨૧૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તા. ૨૦ સપ્ટેમ્બરે ક્રિસ્ટલ સ્કૂલ ખાતે મૌખિક પરીક્ષા યોજાઈ હતી. જેમાં અ વિભાગમાં યુનિક સ્કૂલ અને બ વિભાગમાં રોયલ ગર્લ્સ માધ્યમિક શાળા પ્રથમ રહી હતી. દ્વિતીય ક્રમે ક્રિસ્ટલ પ્રાથમિક શાળા અને પટેલ કન્યા વિનય મંદિર રહ્યા હતા. વિજેતાઓને શીલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.








































