સાવરકુંડલા ખાતે નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકિયા આર્ટસ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં લીલીયા-સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, માનવ મંદિરના સંચાલક ભક્તિરામબાપુ, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, દાતા સહયોગી અષ્ટકાંતભાઈ સૂચક સહિત મંડળના ટ્રસ્ટીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.
કેમ્પ માટેની સંપૂર્ણ નાણાકીય સહાય માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન, મૂળ સાવરકુંડલા હાલ મુંબઈ, દ્વારા આપવામાં આવી હતી. સાવરકુંડલાની તમામ કોલેજોમાં પણ કેમ્પ યોજાયો હતો. કાણકિયા કોલેજના અંદાજે ૭૦૦ વિદ્યાર્થીઓએ ટેસ્ટનો લાભ લીધો હતો. કાર્યક્રમનું સંકલન-સંચાલન આચાર્ય ડા. એસ.સી. રવિયા દ્વારા કરવામાં આવ્યું હતું.










































