સીપીઆઇ એમએલ,એઆઇવાયએફ અને એઆઇએસએ સહિત વિવિધ જન સંગઠનોના કાર્યકરોએ સોમવારે રાજધાની પટનામાં જન આક્રોશ માર્ચનું આયોજન કર્યું હતું. ગાંધી મેદાનના ગેટ નંબર ૧૦ થી શરૂ થયેલી આ માર્ચ રાજભવન તરફ આગળ વધી રહી હતી. પ્રદર્શનકારીઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. તેઓએ યુસીસી બિલ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા. તેઓએ ટાઉનશીપના નામે ખેડૂતોની જમીન સંપાદનનો મુદ્દો પણ ઉઠાવ્યો. માર્ચ દરમિયાન, પ્રદર્શનકારીઓ કેન્દ્ર અને બિહાર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જાવા મળ્યા.
પટના પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે જેપી ગોલંબર પાસે બેરિકેડ ઉભા કર્યા હતા. આ સમય દરમિયાન, કેટલાક સીપીઆઈ (એમએલ) કાર્યકરો બેરિકેડ પર ચઢી ગયા. થોડીવારમાં, કેટલાક વિરોધીઓ બેરિકેડ તોડીને ડાકબંગલા સ્ક્વેર તરફ આગળ વધવા લાગ્યા. ત્યારબાદ પોલીસે વિરોધીઓને આગળ વધતા અટકાવ્યા. આ સમયગાળા દરમિયાન, વિરોધીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી, જેના કારણે ઘટનાસ્થળે થોડા સમય માટે તણાવપૂર્ણ પરિસ્થીતિ સર્જાઈ ગઈ.
પ્રદર્શનોકર્તાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા. તેમણે કહ્યું કે સરકાર તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ વિરોધીઓ સામે ક્રૂર કાર્યવાહી કરવા માંગે છે. વિરોધીઓએ કહ્યું કે તેઓ તેમના અવાજને દબાવવા દેશે નહીં અને લોકશાહી રીતે તેમની માંગણીઓ ઉઠાવતા રહેશે.
માર્ચ દરમિયાન, પોલીસે વિરોધીઓને આગળ વધતા અટકાવવાનો પ્રયાસ કર્યો. ઘટનાસ્થળે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને પરિસ્થીતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ રહ્યા.