દામનગર શહેરમાં સદાબહાર રેસ્ટોરન્ટની બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની પાઈપલાઈનમાં લીકેજ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. આ બાબતે ધ્યાન દોરવામાં આવતા ઈજારદાર દ્વારા તાત્કાલિક ધોરણે પાઈપલાઈનનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરની સાથે
તેમના કર્મચારીઓએ પણ સક્રિયતા દાખવી લીકેજ દૂર કરવાની કામગીરી ઝડપી પૂર્ણ કરી હતી. પાણીની પાઈપલાઈનનું રીપેરિંગ સમયસર થઈ જતા પીવાના પાણીનો બિનજરૂરી વેડફાટ અટક્યો હતો. કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની કામ કરવાની રીતથી સ્થાનિકોમાં સંતોષ જોવા મળ્યો હતો. તૂટેલી પાઈપલાઈનનું ઝડપથી રીપેરિંગ થતા પાણીનો વેડફાટ અટકતા સ્થાનિક રહીશોએ રાહત અનુભવી હતી.








































