બાબરા પોલીસે ગુજસીટોક હેઠળના ત્રણ વર્ષથી ફરાર આરોપી પ્રતાપભાઈ ધીરૂભાઈ ગીડા (ઉં.વ. ૩૮, વ્યવસાય ખેતી, રહે. કલોરાણા, વાડી વિસ્તાર, તા. બાબરા)ની ધરપકડ કરી છે. અમરેલી એસપી સંજય ખરાતની સૂચના અને બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેક્નિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ બાતમી મેળવી આરોપીને ટ્રેક કર્યો હતો. પ્રતાપ ગીડા સામે વર્ષ ૨૦૨૩માં બાબરા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તેમજ ગુજસીટોક હેઠળ પણ કેસ નોંધાયેલ હતો. ત્રણ વર્ષથી ફરાર રહેતા આરોપી પર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







































