લાઠીના મેથળી ગામે “મારી સામે શું કામ જુઓ છો?” તેમ કહી એક યુવકને ફટકારવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે હિતેશભાઈ કાળુભાઈ શિયાળ (ઉં.વ.૨૨)એ હિંમતભાઈ બચુભાઈ સિંધવ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ત્રણેક મહિના પહેલાં જમીન બાબતે સામાવાળા સાથે ઝઘડો થયો હતો. જે વાતનું મનદુઃખ રાખી સામાવાળાએ હિતેશભાઈને “મારી સામે શું કામ જુઓ છો?” તેમ કહી વાળ પકડી વાંસાના ભાગે ઢીંકા માર્યા હતા. તેમજ પેટમાં આડેધડ પાટા મારી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. બનાવ અંગે દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. એ. ચારોલા વધુ તપાસ કરી રહ્યા છે.










































