તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડને ગીરના ઘોડાવડી સ્થિત બિલેશ્વર મહાદેવ મંદિરે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, કિશોરભાઈ લાખણોત્રા અને રાવતભાઈ કામળિયા સહિત
મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. માયાભાઈ આહીરે ચંદન રાઠોડ સાથેની જૂની યાદો વાગોળી ભાવુક થયા હતા. ઉપસ્થિત લોકોએ દિવંગતના આત્માની શાંતિ અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.








































