લીલીયા મોટા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સેવા એ જ મારો ધર્મ – સ્વસ્થ સમાજ, સમૃધ્ધ ભારત”ના સંદેશ સાથે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. CHC અધિક્ષક ડો. ડી.પી. ગાંધીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પનો પ્રારંભ સિનિયર સિટિઝન દર્દીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ગાયનેક સહિત વિવિધ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. તબીબો અને આરોગ્યકર્મીઓ દ્વારા મહિલાઓની આરોગ્ય તપાસ સાથે રોગોની વહેલી ઓળખ, સમયસર સારવાર અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી, ગૌતમભાઈ વિછીયા, ડો. ધાર્મિક હડિયા, ડો. એ.આર. પ્રકાશ સહિતના આગેવાનો અને આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.







































