અમરેલીની કે.કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલી ખાતે તા. ૨૪ સપ્ટેમ્બરે એન.એસ.એસ. દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ કેળવવાના હેતુથી સ્વચ્છતા શપથ, સ્વચ્છતા રેલી તથા પ્લાસ્ટિકમુક્ત કેમ્પસ સફાઈ અભિયાન સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે શપથ લીધા હતા. ત્યારબાદ યોજાયેલી રેલીમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. કોલેજ કેમ્પસને પ્લાસ્ટિકમુક્ત બનાવવા વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા તથા ડો. એ. જી. પટેલે કર્યું હતું. આયોજનને સફળ બનાવવા પ્રો. જે. એમ. તળાવીયા, ડો. એ. કે. વાળા અને એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડબલ્યુ. જી. વસાવાએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ અને ભારતીબેન ફીણવિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.







































