અંબાજીના ભાદરવી પૂનમ મહામેળામાં આ વખતે ભક્તિની સાથે અનેક અનોખા દૃશ્યો પણ જાવા મળી રહ્યા છે. યાત્રાધામમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે લાંબી લાઈનો લાગી રહી છે. આ દરમિયાન ચાચર ચોકમાં નેતાઓ ગરબે ઘૂમતા જાવા મળ્યા, તો બીજી તરફ અમદાવાદથી અંબાજી સુધી એક દીકરાએ પોતાની માતાની તબિયત સારી થાય તે માટે આંખે પાટા બાંધીને ૨૦૦ કિલોમીટરની પદયાત્રા કરી હતી. ભÂક્ત અને લાગણીથી ભરેલી આ બંને ઘટનાઓ અંબાજીના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ભાદરવી પૂનમના મહામેળામાં મંત્રી પ્રવિણ માળી અને ધારાસભ્યો ગરબે ઘૂમ્યા હતા. ધારાસભ્ય સંગીતા પાટીલ અને નિમિષા સુથાર પણ ચાચર ચોકમાં ગરબે ઝૂમ્યા હતા. નેતાઓએ ભક્તિના માહોલમાં ગરબાની રમઝટ બોલાવી હતી. ખાસ વાત એ છે કે મંત્રી પ્રવિણ માળી ડીસાથી અંબાજી સુધી ૧૦૦ કિલોમીટરની સાયકલ યાત્રા કરીને પહોંચ્યા હતા. આ સાયકલ યાત્રા દરમિયાન તેમણે ભક્તિની સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપ્યો હતો.
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. યાત્રાધામમાં વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી રહી છે. મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચી રહ્યા હોવાથી ભક્તોને આશરે ૨ કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. આટલી લાંબી રાહ બાદ ભક્તોનો માતાજીના દર્શનનો વારો આવી રહ્યો છે. અત્યાર સુધીમાં અંબાજીમાં ૩૫ લાખ લોકોએ માતાજીના દર્શન કર્યા હોવાનું સામે આવ્યું છે.
આ ભક્તિભર્યા માહોલ વચ્ચે એક દીકરાની અનોખી માનતા પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અમદાવાદથી એક દીકરાએ પોતાની જન્મદેનારી માતાની તબિયત સારી થાય તે માટે મા અંબા સમક્ષ અનોખી બાધા રાખી હતી. માતાના હૃદયની તકલીફ દૂર થાય અને તેમની તબિયત સારી થાય તે માટે દીકરાએ આંખે પાટા બાંધીને અમદાવાદથી અંબાજી સુધી પદયાત્રા કરવાનો સંકલ્પ લીધો હતો.
આ સંકલ્પ પૂરો કરવા માટે દીકરાએ આંખે પાટા બાંધીને આશરે ૨૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. રસ્તામાં આંખે પાટા બાંધેલી સ્થિતિમાં પદયાત્રા કરતો આ દીકરો અનેક લોકો માટે આશ્ચર્ય અને આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અંતે તે અંબાજી પહોંચ્યો અને મા અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર પહોંચ્યા બાદ તેણે મંદિરમાં મા અંબા સમક્ષ પોતાની આંખે બાંધેલા પાટા ખોલ્યા હતા. ત્યારબાદ માતાના હૃદયની તકલીફ દૂર થાય અને તેમની તબિયત સારી થાય તે માટે મા અંબાને અરદાસ કરી હતી. જન્મદેનારી મા માટે દીકરાની આ અનોખી ભક્તિએ મેળામાં હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.આમ, અંબાજીના ભાદરવી પૂનમ મહામેળામાં એક તરફ નેતાઓ ગરબે ઝૂમીને ભક્તિના રંગમાં રંગાયા છે, તો બીજી તરફ એક દીકરાની માતા પ્રત્યેની લાગણી અને આસ્થાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભક્તિ સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ અને માતા માટે દીકરાની અનોખી માનતા—મેળાના આ બંને દૃશ્યો અંબાજીની આસ્થા અને ભક્તિના અલગ અલગ રંગો રજૂ કરી રહ્યા છે.