અમરેલી નગરપાલિકાના સદસ્ય કલગીબેન ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓની પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરાઈ હતી કે હાલમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના સંદર્ભેના વેરીફીકેશનની કામગીરી માટે અમરેલી જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને ભાવનગર અથવા તો રાજકોટ સુધી જવું પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓને સમય અને નાણાંનો વ્યય થાય છે તથા ભારે હાલાકી ભોગવવી પડે છે. વિદ્યાર્થીઓના હિત માટે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા દ્વારા શિક્ષણ મંત્રી ડા. પ્રધુમનભાઈ વાજાને પત્ર લખીને આ બાબતે નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અમરેલીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર ખોલવામાં આવતા વિદ્યાર્થીઓએ રાજયમંત્રી કૌશિક વેકરીયાનો આભાર માન્યો હતો. હવે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અમરેલીમાં જ થશે.




































