બાબરા તાલુકાના અમરાપરા ગામે વિકાસકાર્યોમાં વધુ એક ઉમેરો થયો છે. અમરાપરા પે-સેન્ટર શાળાના ગ્રાઉન્ડ ખાતે રૂ.૩૦ લાખના ખર્ચે આધુનિક લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ અસલાલીયા તથા સભ્યોના પ્રયાસોથી રાજ્યસભાના સાંસદ સવજીભાઈ ધોળકિયા દ્વારા લાયબ્રેરી ફાળવવામાં આવી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ લાયબ્રેરી બનવાથી વિદ્યાર્થીઓ, યુવાનો અને પુસ્તકપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય અજીતભાઈ ખોખરીયા, જિલ્લા પંચાયત ચેરમેન અમરશીભાઈ વાઘેલા, ભરતભાઈ ભારદીયા, રાજુભાઈ સોરઠીયા, રઘુભાઈ ભરવાડ, ગભાભાઈ ભરવાડ, મધુભાઈ ખોખરીયા, શિક્ષક સ્ટાફ, વાંડલીયા સરપંચ લલિતભાઈ વેકરીયા સહિત આગેવાનો, ગ્રામજનો અને શિક્ષણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.