ગોમતીપુર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યા જેવી ઘટના બનવા પામી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન ચતુરસિંગ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ સુઝુકી બર્ગમેન સ્કૂટર પર પોલીસની નજર પડી. સ્કૂટર પર નંબર પ્લેટ ન હોવાથી પોલીસે તેને અટકાવીને પૂછપરછ શરૂ કરી. પૂછપરછમાં યુવકે પોતાનું નામ નામ ફરદીન ઉમરહુસેન સૈયદ ઉર્ફે ડુગ્ગુ હોવાનું જણાવ્યું હતું.
ગોમતીપુર વિસ્તારનો જ રહેવાસી છે. તેની વર્તણૂક શંકાસ્પદ લાગતા પોલીસે મોપેડની ડીકી ખોલાવી, જેમાં સેલોટેપથી વીંટાળેલી પ્લાÂસ્ટકની કોથળીઓમાં ત્રણ પાર્સલ જાવા મળ્યા હતા પાર્સલ જાતા જ પ્રાથમિક દ્રષ્ટિએ આ ગેરકાયદેસર માદક પદાર્થ હોવાની શંકા જતા પોલીસે તાત્કાલિક પોલીસ અધિકારીઓ, પંચો અને એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી લીધી. એફએસએલના સાયન્ટીફીક ઓફિસર દ્વારા સ્થળ પર જ કેમિકલ કિટ વડે પરીક્ષણ કરવામાં આવતા તે પદાર્થ ગાંજા હોવાનું ફલિત થયું હતું પોલીસે સ્થળ પર વજન કાંટાથી તોલ કરાવતા ૩.૦૯૩ કિલોગ્રામ ગાંજા હોવા નું સામે આવ્યું હતું.
પોલીસે આરોપી પાસે થી ગાંજા ૩.૦૯૩ કિલોગ્રામ જેની અંદાજે કિંમત ૧,૫૪,૬૫૦ થવા પામી છે એક સુઝુકી બર્ગમેન સ્કૂટર જેની કિંમત ૮૦,૦૦૦ એક સેમસંગ સ્માર્ટફોન જેની કિંમત ૨૦,૦૦૦ આમ કુલ આરોપી પાસે થી ૨,૫૪,૬૫૦નો મુદામાલ કબજે કર્યો હતો ગોમતીપુર પોલીસે આરોપી સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કડક પૂછપરછ હાથ ધરી છે.તપાસમાં સામે આવ્યું કે ફરદીન ઉર્ફે ડુગ્ગુ અગાઉ પણ વર્ષ ૨૦૨૫માં ર્જીંય્ ના ચોપડે એનડીપીએસના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આ ગાંજા તેણે ગોમતીપુરના જ ફકરૂદ્દિન ઉર્ફે ટકલો ઉર્ફે મુલ્લા નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હતો. આરોપી અગાઉ પણ ૨ થી ૩ વાર આ સપ્લાયર પાસેથી ગાંજા લાવીને અમદાવાદના બાપુનગર, રખિયાલ અને ગોમતીપુર વિસ્તારોમાં છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી છે.હાલ ગોમતીપુર પોલીસે પકડાયેલા આરોપીની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે નાસી છૂટેલા મુખ્ય સપ્લાયર ફકરૂદ્દિન ઉર્ફે ટકલાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. જા સપ્લાયર પકડાશે તો આ ગાંજા નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાશે.