દામનગર સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા મદનમોહનલાલજીની હવેલી ખાતે શનિવારે રાધાષ્ટમીની ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી.રાધાષ્ટમી નિમિત્તે સવારના સમયે આરતી કરવામાં આવી હતી. જ્યારે સાંજના સમયે રાસ-ગરબા અને કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈષ્ણવ સમાજના ભક્તોએ ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર હવેલી પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.