એશિયન ગેમ્સ ૨૦૨૬ માં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં ભારતીય ટીમનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. આ મેચમાં, ભારતે બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવ્યું, સિલ્વર મેડલ મેળવ્યો અને હવે ફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય ટીમ હવે ગોલ્ડ મેડલ માટે અંતિમ મેચમાં બાંગ્લાદેશનો સામનો કરશે. આ સેમિફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૯૫ રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ ૧૫.૪ ઓવરમાં ૮૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.શેફાલી વર્માએ બાંગ્લાદેશ સામે શાનદાર બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. તેણીએ છેલ્લા બોલ પર ૧ રન લઈને ૪૯ બોલમાં ૧૦૦ રન બનાવ્યા હતા, જેમાં ૩ ચોગ્ગા અને ૯ છગ્ગાનો સમાવેશ થાય છે. તે અંત સુધી અણનમ રહી. સફેદ બોલના ક્રિકેટમાં આ તેણીની પ્રથમ સદી છે, જેના કારણે તે એશિયન ગેમ્સમાં સદી ફટકારનારી પ્રથમ ખેલાડી બની છે. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ ૩૭ રન (૧૯ બોલ) અને કેપ્ટન હરમનપ્રીત કૌરે ૪૦ રન (૩૩ બોલ) બનાવ્યા હતા. કમાલિન ફક્ત ૩ રન, રિચા ઘોષ ૨ રન અને ભારતી ફુલમાલી ૯ રન બનાવી અણનમ રહી હતી. બાંગ્લાદેશ તરફથી મારુફા અખ્તર, શાંજીદા અખ્તર, રાબેયા ખાન અને નાહિદા અખ્તરે ૧-૧ વિકેટ લીધી હતી.
લક્ષ્યનો પીછો કરી રહેલી બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમને બીજા ઓવરના પહેલા બોલ પર જ પહેલો ઝટકો લાગ્યો જ્યારે ઝુએરિયા ફિરદોસ ગોલ્ડન ડક પર આઉટ થઈ ગઈ. ત્યારબાદ વિકેટો સતત પડતી રહી. ઓપનર દિલીરા અખ્તર, શર્મીન અખ્તર (૧૦ રન) અને સુલતાના ખાતુન (૧૨ રન) સિવાય, અન્ય કોઈ બેટ્સમેન બેવડા આંકડા સુધી પહોંચી શક્્યો નહીં. દિલીરા ૨૩ બોલમાં ૨૭ રન બનાવીને આઉટ થઈ. તેણીએ પોતાની ઇનિંગમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા ફટકાર્યા. બાકીના બેટ્સમેન ક્રીઝ પર ટકી શક્્યા નહીં. ભારત માટે, નંદિની શર્મા અને દીપ્તિ શર્માએ ૩-૩ વિકેટ લીધી.નોંધનીય છે કે શ્રીલંકાએ ફાઇનલમાં પહોંચવા માટે પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનને ૮ વિકેટથી હરાવ્યું હતું. હવે, ભારત અને શ્રીલંકા ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ૨૨ સપ્ટેમ્બરે રમાશે. તે મેચ જીતનાર ટીમને ગોલ્ડ મેડલ મળશે, જ્યારે હારનાર ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. પાકિસ્તાન બ્રોન્ઝ મેડલ માટે બાંગ્લાદેશ સામે ટકરાશે.













































