ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો. પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધી જે પાર્ટીઓનું નામ લઈ રહ્યા છે અને ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે તેનો ઇતિહાસ પણ તેમને ખબર નથી.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, “દેશમાં રાહુલ ગાંધી વિશે એવી ધારણા છે કે તેઓ દેશ વિશે, સમાજ વિશે, દેશની સંસ્કૃતિ વિશે, દેશના ધર્મ વિશે કંઈ જાણતા નથી. પરંતુ આજે તેમણે એક અદ્ભુત ટ્‌વીટ કર્યું છે. એવું લાગે છે કે તેમને પોતાના પક્ષ વિશે પણ કંઈ ખબર નથી.”
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતી વખતે, રાહુલ ગાંધી જે પાર્ટીઓનું નામ લઈ રહ્યા છે તેનો પણ વિચાર કરતા નથી. તેમણે કહ્યું, “રાહુલ ગાંધી, એનસીપી, શિવસેના અને તૃણમૂલ કોંગ્રેસનું નામ લઈને, આરોપ લગાવ્યો છે કે ભાજપ આ ત્રણ પાર્ટીઓનો નાશ કરી રહી છે. કોંગ્રેસીઓ દ્વારા આદરણીય અને દેશ દ્વારા તિરસ્કાર પામેલા રાહુલ ગાંધી, તમે એ પણ જાણતા નથી કે એનસીપીનું પૂર્ણ સ્વરૂપ રાષ્ટÙવાદી કોંગ્રેસ પાર્ટી છે. તે કોંગ્રેસથી અલગ થયેલી પાર્ટી છે.” ભાજપે કહ્યું કે શરદ પવારે ૧૯૯૯માં વિદેશી નેતૃત્વના મુદ્દા પર કોંગ્રેસ છોડી દીધી હતી.
ભાજપના પ્રવક્તાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને પોતાની પાર્ટીનો ઇતિહાસ ખબર નથી. ભાજપે તૃણમૂલ કોંગ્રેસનો પણ ઉલ્લેખ કર્યો. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસ શબ્દ તૃણમૂલ કોંગ્રેસના નામમાં જ છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ ૧૯૯૭માં આંતરિક પરિસ્થિતિઓને કારણે કોંગ્રેસ છોડી દીધી હતી. આ પછી, તેમણે તૃણમૂલ કોંગ્રેસની રચના કરી. ભાજપે કહ્યું કે આ પછી, મમતા બેનર્જીએ ‘ત્રિણા’ અને ‘મૂળ’થી કોંગ્રેસનો નાશ કર્યો.
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીને તેમના પરિવારે કયા મહાન કાર્યો કર્યા છે તે પણ ખબર નથી. રસપ્રદ વાત એ છે કે, માત્ર ત્રણ વર્ષ પહેલાં, અશોક ગેહલોત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના હતા. માત્ર બે-ત્રણ મહિના પહેલા, અશોક ગેહલોતે કહ્યું હતું કે તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા દેવામાં આવ્યા ન હતા. તેમને દૂર કરવામાં આવ્યા હતા. તેમને કોણે દૂર કર્યા? જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના હતા તેઓ બળવાખોર છાવણીમાં જાડાયા. આવા અદ્ભુત ઉદાહરણો છે.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, “જુઓ, જનતા પાર્ટીની સરકાર બની હતી. ચૌધરી ચરણસિંહજી સાથે કોણે દગો કર્યો? ભારતીય ઇતિહાસમાં આ એકમાત્ર ઉદાહરણ છે જ્યાં તેમણે ચૌધરી સાહેબને ટેકો આપ્યો અને પછી સંસદ સત્રનો સામનો કરતા પહેલા તેને પાછું ખેંચી લીધું.”
એકસ પર એક પોસ્ટમાં, કોંગ્રેસના નેતાએ કહ્યું, “પહેલા શિવસેના, પછી એનસીપી, અને હવે તૃણમૂલ કોંગ્રેસ. દરેક વખતે, એ જ પેટર્ન – ભાજપ અને ચૂંટણી પંચ એક પક્ષને તોડવા માટે સાથ આપે છે. પછી તેનું ચૂંટણી પ્રતીક છીનવી લેવામાં આવે છે. જ્યારે એક આખી પાર્ટી ચોરી થઈ શકે છે, ત્યારે લાખો ભારતીયોના મત ચોરી થાય છે તેમાં કોઈ આશ્ચર્ય નથી.”
તેમણે કહ્યું, “મત ચોરી. સરકારની ચોરી. હવે પાર્ટી ચોરી – આ આપણા લોકશાહી પતનનું પ્રતીક બની ગયા છે. ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી જનાદેશનું રક્ષણ કરવાની છે, પરંતુ તેના બદલે, તે લોકોના નિર્ણયને ઉથલાવી દેતી શક્તિઓને મદદ કરી રહ્યું છે.” રાહુલ ગાંધીએ કહ્યું, “આ લડાઈ ફક્ત મમતા બેનર્જીની નથી.” આ દરેક રાજકીય પક્ષ, દરેક મતદારની લડાઈ છે જે મુક્ત અને ન્યાયી ચૂંટણી ઇચ્છે છે.