જામનગર ખાતે તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ISKF સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ-૨૦૨૬માં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા, અમરેલીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. કુમિતે વિભાગમાં ખાંભલા સોહિલ, ડોંડા મંથન, વામજા કૃપાલ, ધાંધલ મનદીપ, ડાંગર ધાર્મિક અને દવે દિશાએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. સોલંકી વંદના, ગોહિલ યુવરાજસિંહ અને વાળા વિશ્વરાજે સિલ્વર મેડલ, જ્યારે ગોલાણી ઉર્વીશા અને ડાંગર ધાર્મિકે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. કાતા વિભાગમાં ખાંભલા સોહિલ અને વાળા વિશ્વરાજે ગોલ્ડ, મેર નિરાલીએ સિલ્વર તથા સોલંકી વંદના, ગોલાણી ઉર્વીશા, ધાંધલ મનદીપ અને ડાંગર ધાર્મિકે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા સહિત આગેવાનોએ ખેલાડીઓ અને કોચ વિકુશભાઈ ભેડાને અભિનંદન પાઠવ્યા હતા.










































