લાઠી તાલુકાના ભાલવાવ ગામે તળાવમાં ડૂબી જવાથી એક કિશોરીનું મોત નીપજ્યું હતું.આ અંગે મૂળ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના ઉછેલા ગામના રાણી ફળિયાના રહેવાસી અને હાલ મોટી વાવડી ગામે રહેતા મગનભાઈ મનિયાભાઈ નાયકા (ઉ.વ.૫૦)એ પોલીસને આપેલી માહિતી મુજબ, જાનકીબેન મનકરભાઈ નાયક (ઉ.વ.૧૬)નું ભાલવાવ ગામના ખારા વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે લાઠી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































