ગુજરાતના સનદી અધિકારીઓની મોડીરાત્રે અચાનક અણધારી બદલી કરી દેવામાં આવી છે. રાજુકમાર બેનીવાલને સુરત કોર્પોરેશનના નવા કમિશનર બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે મહેસાણાના ડીડીઓ તરીકે હર્ષિત મીણાને જવાબદારી સોંપવામાં આવી છે. સુરતમાં નાસિર નગરમાં ડિમોલીશનનો મામલો ગરમાયા બાદ તે ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. આ કારણે સુરતના કમિશનર નાગરાજન વિવાદમાં આવ્યા હતા અને સમગ્ર ટીમવર્ક સામે સવાલ ઊભા થયા હતા. આ કારણે તેજસ પરમારને ઈન્ચાર્જ તરીકેનો ચાર્જ સોંપાયો હતો.
મુખ્યમંત્રીના અગ્ર સચીવ ગણાતા સંજીવ કુમારને નર્મદા વેલી ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલના એમડીની જવાબદારી સોંપવામાં આવી છે. આ એક વધારાની જવાબદારી છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી તેઓ પદ પર રહેશે. આ જવાબદારી અગાઉ રાજકુમાર બેનિવાલ પાસે હતી. બીજી તરફ રાજેશ માંજુની સ્ટેમ્પ એન્ડ ઈન્સ્પેક્ટર જનરલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે બદલી કરવામાં આવ્યા હતા. નાણા વિભાગના સચીવ જેનુ દિવાનને રેવન્યૂ ઈન્સેપેક્ટર કમિશનર તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ જવાબદારી પહેલા રાજેશ માંજુ પાસે હતી. કોર્પોરેશનમાં એડમિનિસ્ટ્રેટર કમિશનર રેમ્યા મોહન અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંહગ ડેવલપમેન્ટનો ચાર્જ સંભાળશે.
જ્યારે રચિત રાજની ટ્રાયબલ ડેવલપમેન્ટના ડાયરેક્ટર તરીકે બદલી કરી દેવામાં આવી છે. ગાંધીનગરથી આગામી કોઈ સૂચના ન મળે ત્યાં સુધીતેઓ શેડ્યુલ કાસ્ટ વેલફેરના ડાયરેક્ટર તરીકેનો હવાલો સંભળાશે. જ્યારે હર્ષિત મીણાની મહેસાણાના ડીડીઓ તરીકે બદલી કરી દેવામાં આવી છે. મહેસૂલ નિરીક્ષણ કમિશનર અને મહેસૂલ વિભાગના હોદ્દાની રૂએ સચિવ તરીકે ફરજ બજાવતા રાજેશ મંજૂની બદલી કરીને હવે તેમને કાયમી ધોરણે ગાંધીનગરના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ એન્ડ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.








































