ધોરાજી-જૂનાગઢ રોડ પર તોરણિયા પાટિયા નજીક મોટરસાયકલ ઓવરટેક કરવાના મામલે થયેલા ઝઘડામાં દલિત યુવાન જયેશ વિંઝુડાનું મોત થયું હોવાનો તેના ભાઈ રાજ વિંઝુડાએ આક્ષેપ કર્યો છે. બંને ભાઈઓ જૂનાગઢ તરફ જતા હતા ત્યારે અજાણ્યા બાઇકસવારોએ જયેશને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘટનાની જાણ જૂનાગઢ તાલુકા પોલીસને કરાઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ફોરેન્સિક લેબોરેટરીમાં ખસેડાયો હતો. આરોપીઓને ઝડપી લેવા માંગ ઉઠી છે.