બાબરામાં ભીમ બાપુની પાટી પાસેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૩૬,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી મુજબ, વિક્રમભાઇ પ્રતાપભાઇ ચૌહાણ, કાકુભાઇ રામભાઇ રાઠોડ, અશોકભાઇ રાઘવભાઇ સાકરીયા, હિંમતભાઇ રમેશભાઇ માંડાણી, ઇરફાનભાઇ રમેશભાઇ અગવાન અને અરમાનભાઇ સલીમભાઇ મેતર જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે રોકડા રૂ. ૩૬,૨૦૦ના મુદ્દામાલ સાથે તમામની અટકાયત કરી છે.આ અંગે બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. જી. સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































