બગસરા ખાતે સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લી. ની ૧૭મી વાર્ષિક સાધારણ સભા આગામી તારીખ ૨૦-૯-૨૦૨૬ ને રવિવારના દિવસે સવારે ૯-૦૦ વાગ્યે પટેલવાડી, ગોકુલપરા બગસરા ખાતે રાખવામાં આવેલ છે. મંડળીના ચેરમેન કીરીટ ડી. નળીયાઘરા અને જનરલ મેનેજર જયદીપ બી. હિરપરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સભામાં ગયા વર્ષની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ૨૦૨૫/૨૬ના હિસાબો, નફા-નુકસાન પત્રક અને ૩૧-૩-૨૦૨૬નું સરવૈયું મંજુર કરવા, તેમજ આગામી વર્ષ ૨૦૨૬/૨૭નું અંદાજ પત્ર મંજુર કરવાનો છે. આ સિવાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ભલામણ કરેલ નફાની ફાળવણી, ધીરાણ વસુલાત, ઓડીટ રીપોર્ટ અને સભાસદ મૃત્યુ સહાય યોજનાને બહાલી આપવા બાબતે પણ કામ હાથ ધરાશે. મંડળીના રોકાણ, વ્યવસ્થાપક કમિટીની સમીક્ષા તથા નવી કમિટીની રચના માટે ચર્ચા થશે. હિસાબો અંગે કોઈ ખુલાસો જોઈતો હોય તો સભા મળવાના સાત દિવસ પહેલા લેખિત જાણ કરવાની રહેશે. કોરમ નહી થાય તો અડધા કલાક બાદ સભા મળશે અને સભાસદોએ ઓળખ કાર્ડ ફરજીયાત સાથે લાવવાનું રહેશે.









































