કોદિયા ગામે ગૌમાતા સાથે કથિત અમાન્ય વર્તનની ઘટનાને લઈ હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાના વિરોધમાં હિન્દુ યુવા સંગઠન-ભારત સહિત શિવસેના, ગૌ રક્ષક દળ અને રાષ્ટ્રીય બજરંગ દળ સહિતના વિવિધ સંગઠનો દ્વારા ગીર ગઢડા ખાતે સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે સનાતન હિન્દુ સમાજ માટે ગૌવંશ આસ્થાનું પ્રતિક છે. ગૌમાતા સાથે થતા અત્યાચાર તેમજ ગૌવંશની હત્યા જેવી ઘટનાઓ અટકાવવા સરકાર દ્વારા કડક પગલાં લેવા જરૂરી છે. જવાબદાર વ્યક્તિઓ સામે કોઈપણ ભેદભાવ વિના કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ કોદિયા ગામની ઘટનાની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને ગૌવંશની સુરક્ષા માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની રજૂઆત કરાઈ હતી.