અમરેલી જિલ્લામાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબહેન ગજ્જરે વિવિધ બાળ સંસ્થાઓની મુલાકાત લીધી હતી. વિદ્યાસભા ગજેરા સંકુલ ખાતે ‘નશામુક્ત ભારત’ કાર્યક્રમમાં હાજરી આપી બાળકો સાથે સંવાદ કર્યો અને બાળ અધિકારો તથા કાયદાઓ અંગે સમજણ આપી હતી. તેમણે ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ અને રસોઈઘરનું પણ નિરીક્ષણ કર્યું હતું. પ્રતાપપરા સરકારી ચિલ્ડ્રન હોમ તેમજ મહિલા વિકાસ મંડળ સંચાલિત બાળ સંભાળ ગૃહની મુલાકાત લઈ બાળકો સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત બહેરા-મૂંગા શાળા અને સિવિલ હોસ્પિટલના સખી વન સ્ટોપ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. સંસ્થાઓની કામગીરી, સ્વચ્છતા અને સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળકોની સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.







































