વડિયા-કુંકાવાવ તાલુકા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જંગર ગામની એન.કે. વાસાણી હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવી હતી. મામલતદાર યોગેશ બારડે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.
ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તાલુકાના કર્મચારીઓ અને લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌમાં ઉત્સાહ જગાવ્યો હતો. કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.