બગસરામાં સાતલડી નદીકાંઠે આવેલા રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવજીના જુદા જુદા દિવ્ય સ્વરૂપોના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના દર સોમવારે તેમજ ભાદરવી અમાસે સાંજે ૦૪ઃ૩૦ થી રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યા સુધી શિવજીના વિશેષ શણગાર અને વિવિધ સ્વરૂપોના દર્શન ભક્તો માટે ખુલ્લા રહેશે, જેનાથી શિવભક્તો દિવ્ય દર્શનનો લાભ લઈ શકશે.આ આયોજન અંતર્ગત પ્રથમ સોમવારે શિવજી, પાર્વતીજી અને ગણેશજી રાજગાદીએ બિરાજમાન હોય તેવા, બીજા સોમવારે ૧૦૦૮ રૂદ્રાક્ષ માળાથી સુશોભિત સ્વરૂપના, ત્રીજા સોમવારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શને શિવજી આવ્યા હોય તેવા (“નગર મેં જોગી આયા” ભાવ સાથે) તથા ચોથા સોમવારે બાબા “અમરનાથ” બરફના શિવલિંગના દર્શન યોજાશે. આ ઉપરાંત ભાદરવી અમાસના દિવસે વિશેષ “શિવ દર્શન”નું આયોજન કરાયું છે. મંદિર પરિસરમાં યોજાનાર આ તમામ દિવ્ય દર્શનનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી અને શિવભક્તોને મંદિર તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









































