અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની શેત્રુંજી નદી કાંઠે વન વિભાગના ટ્રેકર્સ ઉપર સિંહણે હુમલો કર્યો હતો.ચાંદગઢ નજીક વન્યપ્રાણી સંરક્ષણની રૂટિન કામગીરી દરમ્યાન ઘટના બની હોવાનો વનવિભાગે દાવો કર્યો હતો. આ ઘટના સમયે વિભાગના એક બીટગાર્ડ અને ૩ ટ્રેકર્સ સહીતની ટીમની હાજર હતી. ટ્રેકર્સ ગોહાભાઈ ઉપર હુમલો કરાતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે જાણ થતાં છઝ્રહ્લ રાજન જાદવ સહિત વિભાગની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી.










































