બગસરા પેસેન્જર એસોસિએશનની રજૂઆતને પગલે ડેપો મેનેજર ગઢવી બેન દ્વારા શ્રાવણ માસ માટે બગસરા-સોમનાથ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી ધર્મપ્રિયા જનતામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ બસ દરરોજ સવારે ૬ઃ૩૦ કલાકે બગસરાથી ઉપડી વાયા વિસાવદર અને મેંદરડા થઈને સોમનાથ પહોંચશે. ભાવિકો બપોરની આરતી તથા પ્રસાદનો લાભ લીધા બાદ આ જ બસમાં બપોરે ૩ઃ૦૦ કલાકે સોમનાથથી બગસરા પરત ફરી શકશે. પ્રથમ દિવસે બસ પ્લેટફોર્મ પર આવતા જ એસોસિએશનના હોદ્દેદારોએ ડ્રાઇવર, કંડક્ટર અને પ્રથમ દિવસના મુસાફરોને મોં મીઠા કરાવી ‘જય સોમનાથ’ના નાદ સાથે બસને રવાના કરી હતી. એસોસિએશને આ સુવિધા બદલ ડેપો તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


































