અમેરલીના એલીસીબી પીઆઇ દ્વારા આરોપી વિશાલ મહેશભાઇ મહેતા, (ઉં. ૪૦, મૂળ રહેવાસી બ્રાહ્મણ સોસાયટી,અમરેલી)ને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સના આધારે પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે તેની બાતમીના આધારે તા.૦૭/૦૮/૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતેથી ધરપકડ કરીને તેને આગળની કાર્યવાહી માટે અમરેલી જિલ્લા જેલ ખાતે સોંપેલ છે. આ આરોપીએ આજથી બે વર્ષ પહેલા એક અમરેલીની મંડળીમાંથી રૂ.૧,૧૮,૩૭૨/- ની લોન લીધી હતી પછી તેની ભરપાઇ નહીં કરતાં તેની સામે અમરેલીની કોર્ટમાં નેગોશીએબલ એક્ટ મુજબ ફરીયાદ થઇ હતી. અંતે કોર્ટે આ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી હતી. પરંતુ આરોપી છેલ્લા ચાર માસથી ફરાર થયેલ હોવાથી તેને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.









































