ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, અશ્વિનભાઈ સાવલીયા સહિતની હાજરીમાં
ઇંગોરાળા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઇંગોરાળા ગામે યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સભાસદો, સહકારી આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જમીનની ફળદ્રુપતા વધારવા અને રાસાયણિક ખાતરથી જમીનને થતા નુકસાન અંગે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા. રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીન બંજર બનવા લાગી છે તેમજ સ્વાસ્થ્ય ઉપર પણ તેની અસરો જોવા મળી રહી હોવાની વાત કરવામાં આવી હતી. સભામાં રાષ્ટ્રીય સહકારી અગ્રણી દીલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, મુકેશભાઈ સંઘાણી, જિલ્લા બેન્કના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા, ઈફકો એરીયા મેનેજર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પોપટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઇંગોરાળા સેવા સહકારી મંડળીના સંચાલન અને સહકારી પ્રવૃત્તિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ તકે દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, માત્ર ખેતી જ નહી ગીરગાય, પશુપાલન, કેળના રસમાંથી તૈયાર થતા ધરામૃત અને સહકારી અને પ્રવૃતિમાં પણ એટલી જ સામેલગીરી આવશ્યક હોવાનુ જણાવી સંસ્થા સફળતાના મૂળમાં સભાસદોનો વિશ્વાસ અને સસહકારી પ્રવૃતિનું યોગદાન સમાયેલ છે. અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયાએ જણાવ્યું હતુ કે, દુધ ઉત્પાદન,ગીરગાય, પશુપાલન અને આઈવીએફ એમરીયો ટ્રાન્સફર અંગે વિસ્તૃત સમજણ આપી હતી.
કાર્યક્રમમાં દૂધ ઉત્પાદન, ગીરગાય, પશુપાલન તેમજ આઈવીએફ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. રાસાયણિક ખાતરના ઉપયોગથી દૂર રહેવા ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી. સહકારી મંડળીની સરણ અને સુચારુ સંચાલન વ્યવસ્થા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સભાસદોને કેસરી કાળો વિતરણ, ચેક વિતરણ અને ભેટ વિતરણ કરવામાં આવ્યુ હતું. સભામાં ઇંગોરાળા સેવા સહકારી મંડળીની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સહકારી પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવવા અને ખેડૂતોના હિત માટે વિવિધ કામગીરી સતત ચાલુ રાખવા પર ભાર મુકાયો હતો. ગ્રામજનો અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો.








































