ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ શ્રેણી ૧૯ ઓગસ્ટથી શરૂ થવાની છે. ઇંગ્લેન્ડે આ શ્રેણીની પ્રથમ બે મેચ માટે તેની ટીમની જાહેરાત કરી છે. જાકે, ટીમની જાહેરાત કર્યા પછી, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન એમિલિયો ગેને ડરહામ તરફથી રમતી વખતે જમણા ખભામાં ઈજા થઈ હતી. ઈજાને કારણે, ગેને નિવૃત્તિ લેવી પડી હતી. જા એમિલિયોની ઈજા વધુ ગંભીર નીકળે, તો તેને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી શકાય છે.
એમિલિયો ગે ડરહામ માટે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ૧૭ બોલમાં ૯ રન બનાવ્યા બાદ તેને મેદાન છોડવાની ફરજ પડી હતી. ડરહામ ટીમના એક અધિકારીએ પુષ્ટિ આપી છે કે તે મેચમાં વધુ રમી શકશે નહીં અને તેની ઈજાની ગંભીરતા નક્કી કરવા માટે તેનું સ્કેન કરવામાં આવશે. એમિલિયોને અગાઉ ઈજાગ્રસ્ત ઓપનર જેક ક્રોલીના સ્થાને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બે અડધી સદી ફટકારી હતી.
જેકબ બેથેલના રૂપમાં ઇંગ્લેન્ડને પહેલેથી જ મોટો ફટકો પડ્યો છે, જે જમણા ઘૂંટણની ઈજાને કારણે પાકિસ્તાન ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વધુમાં, બેન સ્ટોક્સની નિવૃત્તિથી ટીમ નબળી પડી ગઈ છે. જા એમિલિયોની ઈજા વધુ ગંભીર નીકળે છે, તો તે જાવું રસપ્રદ રહેશે કે તેનું સ્થાન કોણ લેશે. એવું માનવામાં આવે છે કે જા એમિલિયો ગે આ શ્રેણીમાંથી બહાર થઈ જાય છે, તો ડરહામના બેન મેકકિની અથવા ગ્લેમોર્ગનના આસા ટ્રાઈબને ઈંગ્લેન્ડ ટીમમાં સામેલ કરી શકાય છે.
બેન સ્ટોક્સની નિવૃત્તિ બાદ, જા રૂટને ફરી એકવાર ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. રૂટ અગાઉ ૬૫ ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કરી ચુક્યો છે. દરમિયાન, બ્રેન્ડન મેકકુલમના રાજીનામા બાદ, સ્ટીફન ફ્લેમિંગને ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન શ્રેણી સમાપ્ત થયા પછી ફ્લેમિંગ આ ભૂમિકા સંભાળશે.














































