યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે નવી શાંતિ વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કર્યા પછી ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો જાવા મળ્યો. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાની અપેક્ષાઓ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાની સ્થાનિક શેરબજાર પર સકારાત્મક અસર પડી. સપ્તાહના પહેલા ટ્રેડિંગ સત્રમાં,બીએસઇ સેન્સેક્સ ૫૪૪.૩૯ પોઈન્ટ (૦.૭૦%) વધીને ૭૮,૬૩૯.૦૩ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૩૯૦.૭૦ પોઈન્ટ (૧.૬૦%) વધીને ૨૪,૭૭૪.૩૦ પર બંધ થયો. સેન્સેક્સ ૭૮૯ પોઈન્ટના મજબૂત વધારા સાથે અને નિફ્ટી ૧૮૯ પોઈન્ટના મજબૂત વધારા સાથે ખુલ્યો.સોમવારે, સેન્સેક્સના ૩૦ માંથી ૨૧ શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના નવ લાલ નિશાનમાં બંધ થયા. દરમિયાન, નિફ્ટી ૫૦ માંથી ૫૦ શેર ૪૪ ફાયદા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના છ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, દેશની સૌથી મોટી એરલાઇન, ઈન્ડિગો શેર આજે સૌથી વધુ ૪.૨૨ ટકાના વધારા સાથે બંધ થયા. સન ફાર્માના શેર આજે સૌથી વધુ ઘટ્યા, ૧.૯૮ ટકા ઘટ્યા.
સેન્સેક્સના બાકીના શેરોમાં,ટીસીએસ ૩.૫૭ ટકા, ઇન્ફોસિસ ૩.૫૪ ટકા, ઇટરનલ ૨.૫૩ ટકા,આઇટીસી ૧.૯૦ ટકા, એÂક્સસ બેંક ૧.૮૩ ટકા, બજાજ ફિનસર્વ ૧.૭૫ ટકા,એલએન્ડટી ૧.૫૬ ટકા,એચસીએલ ટેક ૧.૧૬ ટકા, ટ્રેન્ટ ૧.૦૧ ટકા,એસબીઆઇ ૦.૯૩ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૯૧ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૭૭ ટકા, આઇસીઆઇસીઆઇ બેંક ૦.૬૨ ટકા, ટાઇટન ૦.૫૧ ટકા,એચડીએફસી બેંક ૦.૪૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૩૮ ટકા, એશિયન પેઇન્ટ્સ ૦.૨૪ ટકા,બીઇએલ ૦.૧૪ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૩ ટકા અને ૦.૧૩ ટકાના વધારા સાથે બંધ થયા.બીજી તરફ, ભારતી એરટેલના શેર ૧.૦૨ ટકા, મારુતિ સુઝુકી ૦.૯૫ ટકા, ટાટા સ્ટીલ ૦.૩૭ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૩૨ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૧૫ ટકા, પાવર ગ્રીડ ૦.૧૧ ટકા, ટેક મહિન્દ્રા ૦.૧૦ ટકા અને બજાજ ફાઇનાન્સ ૦.૦૭ ટકા ઘટીને બંધ થયા.



































