અમરેલી જિલ્લામાં પોલીસે વિવિધ સ્થળોએથી ૨૭ શરાબીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ સિવાય જિલ્લામાં એક મહિલા સહિત છ લોકો પાસેથી ૨૩ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. ઉપરાંત, ખાંભાના ડેડાણ ગામે પટેલપરાથી રાયડી જવાના રસ્તેથી એક યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બે બોટલ પણ પકડાઈ હતી.






































