ગોરસ ફાઉન્ડેશન ટ્રસ્ટ-અમરેલીની વર્ષ ૨૦૨૬-૨૭ની પ્રથમ સાધારણ સભા તા. ૩૧-૦૭-૨૦૨૬ ને શુક્રવારના રોજ દિનેશભાઈ ડી. ભુવાના શિતલ ફાર્મ (ટીંબા ગામ પાસે) ખાતે યોજાઈ હતી. આ સભામાં એજન્ડા મુજબ કાર્યવાહી કરી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
ટ્રસ્ટના અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ઝાપડા, મંત્રી તરીકે જયેશકુમાર ગોંડલીયા, સહમંત્રી તરીકે ઉમેશકુમાર ભંડેરી અને લીગલ એડવાઈઝર તરીકે ડો. જે.આર. વાળાની નિમણૂક કરાઈ છે. ટ્સ્ટી તરીકે કાળુભાઈ મકનભાઈ ભંડેરી, ભુવા દિનેશભાઈ દકુભાઈ, કેતનકુમાર બળવંતરાય ધોળકીયા,જયસુખભાઈ મનુભાઈ દેસાઈ,વઘાસિયા ભરતભાઈ પ્રાગજીભાઈ, રસિકભાઈ છગનભાઈ પાથર,રાજુભાઈ ભગુભાઈ ધાધલ,ગોંડલીયા ચતુરભાઈ પરસોતમભાઈ,મયુરકુમાર મનસુખભાઈ ગજેરા, ભાવીનભાઈ વિરજીભાઈ લાખાણી, મેવાડા સામતભાઈ સાતાભાઈ,ચૌહાણ જયંતિભાઈ કરશનભાઈ, પોંકીયા જગદીશભાઈ ધીરૂભાઈ, કલ્પેશકુમાર ચતુરભાઈ પટેલ, બાવનીયા દિનેશકુમાર પ્રાણજીવનભાઇ, સગુણાબેન કૌશિકભાઈ વેકરીયાની નિમણુંક કરાઈ છે. આ સાથે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિઓ, ખેડૂતો અને સમાજસેવકોની કોર કમિટીના ટ્રસ્ટીઓ તરીકે પસંદગી કરવામાં આવી છે.આ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય, પશુ-પક્ષી સંવર્ધન, કૃષિ પર્યાવરણ, જળ સંચય, આપત્તિ વ્યવસ્થાપન, જરૂરિયાતમંદોને સહાય અને માળખાગત સુવિધાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય કાર્યો કરવામાં આવશે.







































