સાવરકુંડલા-જેસર રોડ પર આવેલા શેલાણા ગામ સ્થિત ‘શ્રી વર્તમાની ગુરુ આશ્રમ’ ખાતે મહંત શ્રી ઝરણાં બાની અધ્યક્ષતામાં ગુરુપૂર્ણિમા પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે દાદાના સેવક રાજુભાઈ ઠુમ્મર દ્વારા પ.પૂ. શ્રી જગુદાદા તથા ભૂરીખીયા હનુમાનજી મહારાજના છબી-ચિત્રોનું અનાવરણ અને સ્મૃતિચિહ્ન પૂજન કરવામાં આવ્યું હતું.પ્રાતઃકાળે પાટપૂજન, મહાઆરતી અને ગુરુપૂજન બાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મહંત ઝરણાં બાએ સદગુરુની મહિમા સમજાવતા જણાવ્યું કે, અજ્ઞાનનો અંધકાર દૂર કરી જીવનમાં જ્ઞાનરૂપી દીવાદાંડી બનનાર સદગુરુ જ ઈશ્વરપ્રાપ્તિનો સાચો માર્ગ દર્શાવે છે.