દામનગર ખાતે આવેલી સવાણી પ્રાથમિક શાળા (શાળા નં. ૨)માં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી ગુરુવંદના સાથે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગુરુના મહિમા પર વક્તવ્ય, કાવ્યો અને ભક્તિગીતો રજૂ કર્યા હતા. ગુરુપૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થીઓએ શિક્ષકોને તિલક કરી પુષ્પ અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. શિક્ષકોએ ગુરુનું આધ્યાત્મિક,સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્વ સમજાવી જીવનમાં ગુરુના માર્ગદર્શનનું મહત્વ સમાજાવ્યુ હતું.





































