બાબરા તાલુકાના રાણપર ગામના સીમ વિસ્તારમા થયેલ ઘરફોડ ચોરીના બનાવમા બાબરા પોલીસને મોટી સફળતા મળી છે. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ચોરીના ગુન્હાઓ ઉકેલવા પોલીસ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન “ઇગલ આઇ” પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ CCTV કેમેરાના ફૂટેજ તપાસી શકમંદ વાહનોને ટ્રેક કરવામાં આવ્યા હતા. હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી સરધાર ખાતેથી મુનાભાઇ રમેશભાઇ ચુડાસમાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી રૂ.૪૫,૯૦૦ ની કિંમતની ૧૧ બોરી લસણ અને ચોરીમા ઉપયોગ કરેલ રૂ.૧,૫૦,૦૦૦ ની બજાજ મેક્સીમા રીક્ષા કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.