અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામ નજીક સિમ વિસ્તારમાં પાંચ સિંહોએ ભેંસોના ટોળા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ભેંસનું મારણ થયું હતું. જોકે ત્યારબાદ ભેંસોના ટોળાએ હિંમત દાખવી એકજૂથ થઈ સિંહોનો પીછો શરૂ કર્યો હતો. ભેંસોના આક્રમક વલણને કારણે પાંચેય સિંહોને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાના દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધતા તેઓ રેવન્યુ વિસ્તારો અને માનવ વસાહતો નજીક વારંવાર જોવા મળી રહ્યા છે. જેના કારણે પશુઓ પર હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.