ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચારેકોર વરસાદનું જાર જાવા મળ્યું છે. રાજ્ય હવામાન વિભાગે પાછી ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં હાલ કુલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાના કારણ વરસાદ પડી રહ્યો છે. જાણો કયા કયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે કહ્યું કે અપર એર સક્્યુલેશન અને બે મોન્સૂન ટ્રફ, સાયકલોનિક સર્ક્‌યુલેશન, ડીપ ડિપ્રેશન સહિત કુલ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં વરસાદ છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ આણંદ, વડોદરા, ભરૂચ,સુરત, તાપી નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલથી બે દિવસ સુરત વાપી ડાંગ નવસારી વલસાડ, દમણ દાદર નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે કહ્યું કે, બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. જેની અસર ૩૦ જુલાઈથી ગુજરાત ઉપર થશે. ૩૦ જુલાઈથી સતત ત્રણ દિવસ ફરી વરસાદનું જાર વધશે. ૩૦ જુલાઈએ નર્મદા તાપી ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદર નગર હવેલીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૩૦ અને ૩૧ જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૮ જિલ્લામાં ૧૩૭ તાલુકામાં વરસાદ,રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકનો સરેરાશ વરસાદ ૫.૫૦ મિમી.,દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૭.૯૨ ટકા સિઝન વરસાદ.,કચ્છમાં સૌથી ઓછો ૧૯.૦૫ ટકા સિઝન વરસાદ નોંધાયો. ,સરદાર સરોવર ડેમ ૬૯.૨૫ ટકા ભરાયો. ,નર્મદા ડેમમાં ૨૩૧૩૪૨ એમસીએફટી પાણીનો સંગ્રહ.,રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૪૫.૪૧ ટકા પાણીનો સંગ્રહ.,અન્ય જળાશયોમાં કુલ ૨૫૩૩૩૬ એમસીએફટી પાણીનો જથ્થો. ,રાજ્યમાં ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા ૨૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયેલા. ,રાજ્યમાં ૨૧ ડેમ હાઈ એલર્ટ પર ૫ ડેમ એલર્ટ અને ૧૩ ડેમ વો‹નગ પર છે જયારે રાજ્યમાં કુલ ૨૦૮ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. પંચાયતના સૌથી વધુ ૧૭૧ રસ્તાઓ બંધ,રાજ્યના ૧૨ સ્ટેટ હાઇવે અને ૨૩ અન્ય માર્ગો બંધ,બે નેશનલ હાઇવે પણ વાહન વ્યવહાર માટે બંધ,અમદાવાદમાં સૌથી વધુ ૪૨ રસ્તા બંધ,વલસાડમાં ૪૦ અને સુરેન્દ્રનગરમાં ૨૩ રસ્તા બંધ,પાટણમાં ૧૫ અને ખેડામાં ૧૨ રસ્તા બંધ,નવસારીમાં ૧૮ અને સુરતમાં ૮ રસ્તા બંધ,માર્ગ અને મકાન વિભાગે વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી રાજ્યભરમાં ભારે વરસાદના કારણે ૫૩,૧૧૭ લોકોને સ્થળાંતર કરાયા. વલસાડમાં ૨૧,૦૨૮, નવસારીમાં ૧૬,૪૭૦ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. સુરતમાં ૮,૫૮૬ જ્યારે અમદાવાદમાં ૨,૩૮૧ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. રાજ્યમાં ભારે વરસાદ ના કારણે ફસાયેલા ૮,૦૮૦ લોકોને રેસ્ક્યુ કરાયા.
રાજ્યમાં પડેલા ભારે વરસાદ ને લઈને માનવ મૃત્યુનો આંકડો આવ્યો સામે. રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ૪૬ માનવ મૃત્યુની ઘટના બની.અગાઉ સુરતમા ખાડીપૂર સમયે ૨૫ લોકોના થયા હતા મૃત્યુ રાજ્યમાં વરસાદી સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૭૧ માનવ મૃત્યુની ઘટના.