દેશમાં સૌથી વધુ ૨૩૪૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેકનોલોજી, સસ્ટેબલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી પોલીસીઝના આધારે ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે આ પોલીસી પ્રસ્થાપિત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેને ગુજરાત આ મહત્વાકાંક્ષી પોલિસીથી સાકાર કરશે. એટલું જ નહીં, આ પોલીસી ભારત સરકારની શિપ બિÂલ્ડંગ ફાઇનાન્સિયલ એસસીસ્ટન્ટ સ્કીમ-૨૦૨૫ એસબીએફએએસ અને મેરીટાઇમ વિઝન ૨૦૪૭ તેમજ આત્મનિર્ભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે.રાજ્યનું વિકસિત બંદર માળખું, મજબૂત ઔદ્યોગિક પરિસ્થિતિ અને સમૃદ્ધ દરિયાઈ વારસો એ આ નીતિના મુખ્ય આધારસ્તંભો છે. આ નીતિ અન્વયે મુખ્ય સ્તંભો પર આધારિત બહુઆયામી વિકાસ વ્યૂહરચના અપનાવવામાં આવશે જેમા શિપયાર્ડ્‌સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને ગ્રીન શિપયાર્ડ્‌સને પ્રોત્સાહન, શિપયાર્ડ્‌સને સ્માર્ટ શિપયાર્ડ્‌સમાં રૂપાંતરિત કરવું તથા શિપબિÂલ્ડંગ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને આરએન્ડડીને પ્રોત્સાહન નો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરેલી આ નીતિનું એક મહત્વપૂર્ણ આકર્ષણ ઇÂન્ટગ્રેટેડ મેગા શિપબિÂલ્ડંગ પાર્કનો વિકાસ છે. આ પાર્કને વિશ્વસ્તરીય દરિયાઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવશે, તેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, મરીન ઇÂક્વપમેન્ટ ક્લસ્ટર્સ, પરીક્ષણ સુવિધાઓ, લોજિÂસ્ટક્સ સપોર્ટ, ઇશ્ડ્ઢ કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓનો પણ સમાવેશ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિÂલ્ડંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે. આ અંગેના ડ્ઢઁઇ પણ મેરિટાઈમ બોર્ડ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે જે પૂર્ણ થતાં પ્રોજેક્ટ અમલીકરણમાં વેગ આવશે. આ ક્લસ્ટરમાં બે થી ત્રણ વિશ્વસ્તરીય શિપયાર્ડ્‌સ અને સહાયક ઉદ્યોગોનું મજબૂત નેટવર્ક વિકસાવવામાં આવશે. આ શિપયાર્ડ્‌સના વિકાસથી પણ અંદાજે ૨૩,૭૦૦ કરોડનું ખાનગી રોકાણ આકર્ષિત થવાની સંભાવના છે.આ વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને બળ આપવા માટે આશરે ૩,૩૦૦ કરોડની સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવાશે. આ હેતુસર ભારત સરકારની યોજના તથા ગુજરાત સરકાર દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓમાં બ્રેકવોટર્સ, ફ્લોટિંગ ક્રેન્સ, હેવી લિફ્ટ શિપસ, ડ્રેજિંગ, હાર્બર બેસિન વિકાસ, નેવિગેશન ચેનલો, રસ્તાઓ, વીજળી, પાણી પુરવઠો અને અન્ય સંયુક્ત ઉપયોગની સુવિધાઓનો સમાવેશ કરાશે.ગુજરાત વરસાદ એલર્ટ આ સમગ્ર સંકલિત અભિગમને પરિણામે રોકાણકારો માટે માળખાકીય ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા પ્રોજેક્ટ અમલીકરણ ઝડપી બનશે અને વૈÂશ્વક શિપબિÂલ્ડંગ તથા મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર તરીકે ગુજરાતની સ્પર્ધાત્મકતા વધશે.રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ હેઠળ વિવિધ નાણાંકીય અને બિન-નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે, તેમાં મૂડી સહાય, સ્ટેમ્પ ડ્યુટીની પરતફેર, વ્યાજ સહાય , ડ્રેજિંગ સહાય,એમએસએમઇ પાસેથી ખરીદીને પ્રોત્સાહિત કરવા સબસિડી, વીજળી દરમાં સહાય, પાણીના ચાર્જમાં સબસિડી, મરીન ઇÂક્વપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ માટે વિશેષ પ્રોત્સાહનો ઉપરાંત, નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસકાર્યો શરૂ કરનારા અર્લી બર્ડ રોકાણકારો માટે વિશેષ પ્રોત્સાહનો આપશે.
આ પોલિસી અન્વયે સરળ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તથા સમર્પિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ વિકસાવવામાં આવશે, તેનાથી ઉદ્યોગોને સરળતાથી જરૂરી મંજૂરીઓ મળી રહેશે અને પ્રોજેક્ટ્‌સનું સમયસર અમલીકરણ થઈ શકેશે.આ પોલિસી લોન્ચીંગ અવસરે મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડા. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના સલાહકાર અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચેરમેન એસ.એસ. રાઠૌર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, બંદરો અને વાહન વ્યવહાર અગ્ર સચિવ હારિત શુક્લ, મુખ્યમંત્રીના સચિવ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને સી.ઈ.ઓ. ડા. અજય કુમાર વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.