સાવરકુંડલા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સાયન્સ વિભાગના ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે “વેસ્ટમાંથી બેસ્ટ” પ્રવૃત્તિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ઘરમાંથી એકત્ર કરેલી નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને શૈક્ષણિક મોડેલ્સ તથા સુશોભનની આકર્ષક વસ્તુઓ તૈયાર કરી હતી.સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી અને મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી સહિત આચાર્ય તથા શિક્ષકગણે વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને કલ્પનાશક્તિને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા.