કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે તેને ડીપફેક વીડિયો ગણાવ્યો અને પોલીસ ફરિયાદ નોંધાવી. આ પછી, દિલ્હી પોલીસે એફઆઇઆર દાખલ કરી છે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર લખ્યું, “સંસદની બહાર મીડિયા સાથેની મારી વાતચીતનો એક વીડિયો છૈં નો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો બનાવવા માટે દુર્ભાવનાપૂર્ણ રીતે હેરફેર કરવામાં આવ્યો છે અને ખોટી માહિતી ફેલાવવાના ઈરાદાથી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.”
પિયુષ ગોયલે ‘એકસ’ પોસ્ટમાં માહિતી આપી હતી કે તેમણે આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. શનિવારે સવારે ૪ઃ૩૫ વાગ્યે ચાણકયપુરી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ નકલી વીડિયો બનાવનાર, પ્રસારિત કરનાર અથવા જાણી જાઈને પ્રમોટ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ પોસ્ટમાં લખ્યું, “જનતાને ગેરમાર્ગે દોરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આ પ્રકારનો બેજવાબદાર અને દુર્ભાવનાપૂર્ણ દુરુપયોગ કોઈપણ સંજાગોમાં સહન કરવામાં આવશે નહીં.” તેમણે જનતાને કોઈપણ માહિતી માટે ફક્ત સત્તાવાર અને વિશ્વસનીય સ્ત્રોતો પર વિશ્વાસ કરવાની અપીલ કરી. પીયૂષ ગોયલે લખ્યું, “મને વિશ્વાસ છે કે ભારતના જાગૃત અને ટેક-સેવી નાગરિકો, ખાસ કરીને આપણા યુવાનો, આવી નકલી અને એઆઇ-જનરેટેડ ખોટી માહિતીનો શિકાર નહીં બને.”
દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનો એક ડીપફેક વિડિઓ વાયરલ થયો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વિશે ધમકીભર્યા ટિપ્પણીઓ કરી હતી. જા કે,પીઆઇબી ફેક્ટ ચેકે જાહેર કર્યું કે પિયુષ ગોયલનો વિડિઓ પાકિસ્તાની પ્રચાર એકાઉન્ટ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો.