અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ ‘સ્પેશિયલ ૨૬’ નો સીન આબેહૂબ રિયલમાં જાવા મળ્યો હોય તેવી એક ચોંકાવનારી ઘટના દાહોદમાંથી સામે આવી છે. દાહોદમાં ‘ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક’ નામે એક તદ્દન નકલી બેંક ઊભી કરી કરોડોનું ફૂલેકું ફેરવનાર શાતિર ઠગ ટોળકીનો દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ સફળ કામગીરી કરીને ત્રણ મુખ્ય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
આરોપીઓએ ઠગાઈ કરવા માટે ખૂબ જ અનોખો અને શાતિર પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ સ્થાનિક યુવક-યુવતીઓને નોકરી આપવાના બહાને બોલાવી એક આખી ‘ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક’નું નકલી સેટઅપ તૈયાર કર્યું હતું. રથયાત્રા દરમિયાન સોનાનું દાન આપવાના બહાને દાહોદના એક જાણીતા જ્વેલર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી ૨૦૦ ગ્રામ સોનાના બિÂસ્કટ નકલી બેંકની ઓફિસે મગાવવામાં આવ્યા હતા. જ્વેલર્સના માણસને બેંકમાં શાંતિથી બેસાડી રાખીને આ શાતિર ચોરો સોનાના બિÂસ્કટ લઈને ઓફિસના પાછળના દરવાજેથી ગાયબ થઈ ગયા હતા!આ હાઈ-પ્રોફાઈલ છેતરપિંડીનો કેસ સામે આવતા જ દાહોદ પોલીસ અને એલસીબી એક્શન મોડમાં આવી ગઈ હતી. બાતમી અને સર્વેલન્સના આધારે એલસીબીની ટીમે ઝાલોદની ધાવડીયા ચેકપોસ્ટ પરથી ઘેરાબંધી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓઃ ૧. દીપક રાજપૂત (રહે. દાંતાલી ગામ, ખેડા).૨. લલીત રાઠોડ (રહે. જાધપુર, રાજસ્થાન).૩. આદિલ મકરાણી (રહે. કુશલગઢ, રાજસ્થાન) સામેલ છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલું ૨૦૦ ગ્રામ સોનું (કિંમત રૂ. ૨૮,૬૦,૦૦૦) અને ગુનામાં વપરાયેલી ગાડી સહિત કુલ રૂ. ૩૮,૮૦,૫૯૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દાહોદ એલસીબીની આ ત્વરિત અને સફળ કામગીરીને કારણે વેપારી આલમમાં રાહતનો શ્વાસ જાવા મળ્યો છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી આ ટોળકીએ અગાઉ કોઈ અન્ય શહેરોમાં આ પ્રકારે નકલી બેંક ઊભી કરી છે કે કેમ તે અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.











































