સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ૧૬૮ મો ‘વિચારોના વાવેતર’ (થર્સ-ડે થોટ) કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વક્તા ડા. પરેશભાઈ સવાણીએ જણાવ્યું કે, ખુશી માત્ર હસવાનો ભાવ નથી પણ જીવન જીવવાની સુંદર કળા છે, જે ચિંતામુક્તિ, સ્વીકૃતિ અને સકારાત્મકતાથી મળે છે. બીજા વક્તા વૈભવભાઈ પરીખે ઉમેર્યું કે, ભૂતકાળનો બોજ છોડીને બાળકની જેમ વર્તમાનમાં જીવવું, સકારાત્મક વાંચન કરવું અને અન્યને મદદ કરી નાની વાતોમાં આનંદ શોધવો એ જ ખરી ખુશી છે. આ કાર્યક્રમમાં સીએ (CA) કરતા વિદ્યાર્થીઓ માટેની અનુદાન યોજના હેઠળ ડા. અમુલખ સવાણી દ્વારા સ્કોલરશીપ અર્પણ કરાઈ હતી. સમગ્ર આયોજન યુવાટીમ, ભાવેશભાઈ રફાળીયા અને અંકિતભાઈ સુરાણીના સંકલન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.