શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે જગતના નાથને આવકારવા માટે તેમનું મોસાળ સરસપુર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. રથયાત્રા દરમિયાન સરસપુરમાં ઉમટી પડનારા લાખો ભક્તો માટે ૨૬ જેટલી અલગ-અલગ જગ્યાઓએ રસોડા ધમધમી રહ્યા છે.સરસપુરના મોસાળવાસીઓ છેલ્લા એક મહિનાથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના સ્વાગત માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. આ વર્ષે સરસપુરની વિવિધ પોળો અને મંદિરો મળીને કુલ ૨૬ સ્થળોએ રસોડા શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મોટી સાળવી વાડ, લુહાર શેરી, કડિયા વાડ, પીપળા પોળ અને લીમડા પોળ જેવી ઐતિહાસિક પોળોમાં પૂરી, શાક, બુંદી અને ફૂલવડી સહિતના સ્વાદિષ્ટ ભોજનની તૈયારીઓ ચાલી રહી છે.અહીં આવતા ખલાસી ભાઈઓ, સાધુ-સંતો, અખાડાના સભ્યો અને સામાન્ય ભક્તો માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય આયોજનના અદભુત સંચાલન અંગે વિગતો આપતા મોટી સાળવી વાડના આયોજકો નરસિંહ પટેલ અને જનકભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ આખી પ્રક્રિયા વ્યવસ્થાપનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. માત્ર મોટી સાળવી વાડમાં જ રથયાત્રાના દિવસે ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ ભક્તો માટે જમણવાર યોજાશે. આ એક જ પોળના રસોડા માટે ૨૦૦થી વધુ સ્વયંસેવકો સતત સેવા આપી રહ્યા છે.અહીંયા જમણવારના આયોજન માટે ૧૮૦૦ કિલો બુંદી, ૧૮૦૦ કિલો જેટલી ફૂલવડી, ૧૫૦૦ કિલો જેટલા બટાકાનું શાક બનાવવામાં આવે છે. આ ભોજન માટે ૬૦ જેટલા ડબા તેલનો વપરાશ થાય છે, જ્યારે ભોજન માટે પૂરી બનાવવા માટે ૨૫૦૦ કિલો જેટલા લોટનો વપરાશ થાય છે. ૧૪૯ વર્ષની આ પરંપરાને જાળવી રાખવા માટે મોસાળના પુરુષો, મહિલાઓ અને બાળકો કોઈ પણ ભેદભાવ વિના ભક્ભાતિવપૂર્વક સેવામાં જાડાઈ જાય છે. આ વર્ષે પણ મોસાળવાસીઓ ભગવાનની નગરચર્યાને ભવ્ય રીતે આવકારવા અને ભક્તોની જઠરાઅગ્નિ તૃપ્ત કરવા માટે ભારે આતુરતાપૂર્વક રાહ જાઈ રહ્યા છે.









































