બાબરાના સુખપર ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અભ્યાસ બાબતે ચાલતા
ગૃહકંકાસમાં પરિણીતાએ ઝેરી દવા પી લેતાં તેનું મોત નીપજ્યું હતું. ભુપતભાઇ માવજીભાઇ સાકળીયા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમનાં પત્ની વાલીબેન ભુપતભાઇ સાકળીયા (ઉ.વ.૪૦)ને તેઓ આગળ અભ્યાસ કરાવવાની ના પાડતા હતા.આ બાબતે છેલ્લા ચારેક મહિનાથી પતિ-પત્ની વચ્ચે કજિયો-કંકાસ થતો હતો. જેથી મનમાં લાગી આવતાં વાલીબેને ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તેમનું મરણ થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.જી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.







































